માર્કટીંગ યાર્ડમાં મજૂરો ન હોવાથી અન્ય જણસીની આવક અટકી : રાજસ્થાની મજૂરો વતનમાં
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ આજથી ફરીથી ધમધમતું થયું છે, જો કે હજુ મજૂરો યાર્ડમાં આવ્યા ન હોવાથી અન્ય જણસી ઉતારવામાં મુશ્કેલી હોય આજે પ્રથમ દિવસે યાર્ડમાં 600 મણ ઘઉંની આવક નોંધાઈ હતી.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 100 જેટલા રાજસ્થાની મજૂરો કામ કરે છે અને હાલ માત્ર 10 જેટલા મજુર જ યાર્ડમાં આવી રહ્યા છે જયારે બાકીના મજૂરો હાલમાં વતન રાજસ્થાનમાં હોવાથી ખેડૂતોનો માલ ઉતારવામાં તેમજ વેપારીઓને માલ ભરાઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે આજે યાર્ડમાં પ્રથમ દિવસે ઘઉંની 600 મણની આવક નોંધાઈ હતી અને ઘઉંના ભાવ નીચામાં રૂ.305 પ્રતિમણથી લઈ ઉંચામાં રૂ.377 સુધી બોલાયા હતા.[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...