હાલ વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે વેકસીનેશનના મહાઅભિયાનનો તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓના હસ્તે પ્રારંભ
માળિયા : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણ સામે અમોઘ શસ્ત્ર તરીકે વિનામુલ્યે વેક્સિન આપવા આદરેલા મહાઅભિયાનના ભાગરૂપે માળીયા (મીં) તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ વેક્સિન મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે ઉપસ્થિત તાલુકા વહીવટી તંત્ર, સંગઠન હોદેદારો, નાગરિકો, તબીબી ક્ષેત્રના કર્મીઓ વગેરેને આ વેક્સિન મહાઅભિયાન કાર્યક્રમમાં પૂરી તાકાતથી કામે લાગી જવા ધારાસભ્યએ ખાસ તાકીદ કરી હતી. માળીયા (મીં) તાલુકામાં ૪૫ વર્ષથી વધુ વયના ૧૦૪૦૨ નાગરિકોને પ્રથમ ડોઝ તેમજ ૩૭૪૭ નાગરિકોને બીજો ડોઝ આપેલ છે. સમગ્ર રાજયમાં કુલ ૫૦૦૦ રસિકેન્દ્રો પર લાભાર્થીઓને કોવિડ વેક્સિનથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમાં માળીયા (મીં) તાલુકો પણ પાછળ ન રહે એ માટે રસીકરણ મહાઝુંબેશ ઉપાડવી અનિવાર્ય છે. તાજેતરમાં કોરોનાના બીજા ચરણમાં મોરબી જિલ્લો વધુ સંક્રમિત થયેલો અને હવે જ્યારે ત્રીજી વેવની પણ વૈજ્ઞાનિકો દ્વારા સંભાવના વ્યક્ત કરાઇ રહી છે ત્યારે ભવિષ્યમાં કોરોનાના સંક્રમણ સામે ટકવા આ વેક્સિન એક માત્ર રામબાણ ઈલાજ પુરવાર થશે. માળીયા (મીં) તાલુકામાં વેસક્સિનની ૪૦% જેટલી કામગીરી થઈ છે તે વધુ વેગવંતી બનાવવી ખૂબ જરૂરી છે તેના પર ધારાસભ્યએ ખાસ ભાર મૂક્યો હતો. ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણનો લાભ મળશે તેમજ સેશન સાઇટ લાભાર્થીઓને અનુકૂળતા મુજબ મોડી સાંજ સુધી ચાલુ રખાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide