મોરબી: નવી જિલ્લા પંચાયત કચેરીની સુરક્ષા અને સાફ-સફાઈ માટે રૂ. 21 લાખ ખર્ચાશે

0
35
/
સિક્યુરિટી કોન્ટ્રાકટ ગાંધીનગરની પેઢીને : સાફસફાઈનો કોન્ટ્રાકટ રાજકોટની પેઢીને અપાયો

મોરબી : હાલ મોરબી જિલ્લા સેવા સદન સંકુલ ખાતે નવી જિલ્લા પંચાયત કચેરી કાર્યાન્વિત થતાની સાથે જ કચેરીમાં સાફસફાઈ અને સુરક્ષા વ્યવસ્થા માટે રૂપિયા 21 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે અને સુરક્ષા ગાર્ડથી લઈ લિફ્ટમેન, હેલ્પર, અને 12 સફાઈ કર્મચારીઓને કચેરીની જાળવણી માટે બે ખાનગી પેઢીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

મોરબીમાં સો ઓરડી નજીક કાર્યાન્વિત થયેલ જિલ્લા પંચાયત કચેરીમાં સિક્યોરિટી અને હાઉસ કીપિંગ માટે ટેન્ડર આમન્ત્રિત કરાયા બાદ 39.99 ટકા ડાઉન ભાવ સાથે 10 સિક્યોરિટી ગાર્ડ માટે રૂપિયા 13.15 લાખનો ભાવ ભરનાર જય સચિયય માં પેઢીને રૂ.7.89 લાખ પ્રતી વર્ષના ભાવે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/