હળવદમાં માવઠું થતા તૈયાર મગફળી ઉભી બજારે તણાઈ ગઈ !!

0
112
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

દિવાળી પહેલા વરસેલા માવઠાએ કહેર વરતાવતા અનેક ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો

હળવદ : હાલ હળવદ પંથકમાં આજે વરસાદી માવઠું કહેર બનીને વરસતા અનેક ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. હળવદના ધનાળા અને કેદારીયા સહિતના ગામમાં વરસાદી માવઠામાં મગફળી ઉભી બજારે તણાઈ જતા જગતના તાતને બળતા હૈયે પોતાની મહેનત ઉપર પાણી ફરતા જોવું પડ્યું હતું.

ગઈકાલ સાંજથી વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ આજે મોરબી જિલ્લામાં મોરબી અને હળવદ પંથકમાં માવઠું કહેર બનીને વરસ્યું હતું. ખાસ કરીને હાલમાં ખેડૂતોની મગફળી તૈયાર થઈ ગઈ હોય અનેક ખેડૂતોના તૈયાર પાથરા તો કેટલાક ખેડૂતોની તૈયાર મગફળીનો માવઠાએ સોથ બોલાવી દીધો હતો.ખાસ કરીને સિંચાઇની સુવિધા ધરાવતા હળવદ પંથકમાં ધનાળા અને કેદારીયા ગામમા તો માવઠું મુશળધાર વરસતા ચોતરફ પાણી – પાણીની સ્થિતિમાં ખેડૂતો તૈયાર મગફળી ઘરે લાવ્યા હોય ઘરની બહાર પડેલી મગફળી પાણીના પ્રવાહમાં ઉભી બજારે તણાઈ ગઈ હતી અને ખેડૂત પરિવારો પોતાની તૈયાર જણસને વરસાદમાં તણાતી બચાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ કુદરતના કોપ સામે કાળા માથાના માનવીના પ્રયાસો ટૂંકા પડ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/