મોરબી : હાલ બહારના રાજ્યોના ડ્રાઇવરને મોરબી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે રાજસ્થાનના ટ્રક ચાલકે મોરબી પોલીસના વહીવટ રાજ સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં પોલીસે નો એન્ટ્રીમાં ઘૂસ્યો હોવાનું કહી ટ્રક કબ્જે લઈને રૂ 2 હજાર ન આપે તો વધુ દંડની ધમકી આપી ધક્કા ખવડાવતા અંતે રાજસ્થાનના ડ્રાઇવરે એસપી અને ડીવાયએસપીને રજુઆત કરી નિયમ મુજબ દંડ ચૂકવવા તૈયાર હોવાનું જણાવી ગાડી પરત આપવાની માંગ કરી છે.
રાજસ્થાન રહેતા ભીંવારામ હરલાલ ગુર્જરએ મોરબી એસપી અને ડીવાયએસપીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ ગત તા.1 ડિસેમ્બરના રોજ પોતાની જી.જે. 18 એ એક્સ 3198 નંબરનો ટ્રક લઈને ધંધાર્થે રાજકોટથી મોરબી તરફ આવી રહ્યા હતા. જો કે તેઓ રસ્તો પૂછતાં પૂછતાં પોલીસ પાસે ગયા હતા. પણ પોલીસે તેમના ટ્રકને ખોટી રીતે રોકીને તું નો એન્ટ્રીમાં આવ્યો હોવાનું કહીને પોલીસે એક હજાર રૂપિયા માંગ્યા હતા. આથી તેઓએ પૈસા શેના આપવાના તેવું કહેતા ફરજ પરની ટ્રાફિક પોલીસે આ ટ્રકને કબ્જે લઈ લીધો હતો અને છેલ્લા ત્રણ દિવસથી ટ્રક પુરી દીધો હોવાથી રાજસ્થાનના ડ્રાઇવર ગાડી છોડાવવા સતત ધક્કા ખાઈ રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide