મોરબી: લોખંડનો ભંગાર ચોરી કરતી ત્રિપુટી ચિચોડા સાથે ઝડપાઇ

0
306
/
ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી બે રાજકોટના અને એક વાછકપર બેડીના શખ્સને ઝડપી લીધા

ટંકારા : હાલ ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી શંકાસ્પદ સીએનજી રિક્ષાને ઝડપી લઈ લોખંડનો ભંગાર ચોરતી ત્રિપુટીને શેરડીનો રસ કાઢવાના ચિચોડા સહિત 100 કિલોગ્રામ ભંગાર સાથે રંગે હાથ ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ સીએનજી ઓટો રિક્ષા ઉભી ન રહેતા પો.કોન્સ. સતિષભાઇ રાજેશભાઇ બસીયાએ પીછો કરી સીએનજી ઓટો રિક્ષા રોકી સઘન ચેકિંગ કરતા રિક્ષામાં શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવતા પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફે મુદામાલ તથા ત્રણ ઇશમોને ગિરફતમાં લઈ સઘન પુછપરછ કરતાં ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા બ્રીજ પર ચાલતા કંસ્ટ્રકશન પરથી લોખંડનો ભંગાર ચોરી કર્યાની કબુલાત આપી હતી.

વધુમાં ટંકારા પોલીસે ચોરાવ લોખંડના ભંગાર સાથે જંગલેશ્વર રાજકોટના રાહુલ મોહનભાઈ ચાંડપા, રોનક અશોકભાઈ ચાંડપા અને વાછકપર બેડી ખાતે રહેતા ભરત નાનજીભાઈ ટોયટા વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયતમાં લઈ લોખંડનો ભંગાર આશરે 100 કિલોગ્રામ કિ.રૂ.1000 તથા શેરડીના રસ કાઢવાનું મશીન કિ.રૂ.2000 અને સી.એન.જી. ઓટો રિક્ષા નં G-J-03-BU-4111 કિ-રૂ 50000 મળી કુલ 53,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ સફળ કામગીરી પ્રોબેશનર પીઆઇ એન.એ.વસાવા, પીએસઆઇ બી.ડી.પરમાર, એ.એસ.આઈ એમ.કે.બ્લોચ, પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર, પો.કોન્સ હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા અને સતિષભાઈ રાજેશભાઈ બસીયા સહિતના સ્ટાફે કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/