મોરબી : હાલ ઉધોગ નગરી મોરબીમાં પ્રદુષણનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેથી મોરબીમાં પ્રદુષણરહિત વાતાવરણ ઉભું થાય અને પર્યાવરણનું જતન કરવા માટે પંતજલી યોગ સંસ્થા દ્વારા યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં પર્યાવરણની શુદ્ધિ માટે આગામી તા.29 ડિસેમ્બરે સાંજે 4 થી 6 દરમિયાન આદર્શ પ્રાથમિક શાળાના મેદાનમાં આદર્શ વિસ્તાર સરદાર બાગની પાછળ શનાળા રોડ મોરબી ખાતે પંતજલી યોગપીઠ હરિદ્રારના તત્વાવધાન યજ્ઞ વિભાગ ગુજરાત દ્વારા યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન પરંપરા મુજબ યજ્ઞ દ્વારા પ્રદુષણ અને રોગરહિત વાતાવરણ ઉભું થયું હોય અને પર્યાવરણ શુદ્ધિ મોરબીના હિતમાં હોવાથી લોકોને આ યજ્ઞમાં જોડાવવા રહેવા અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide