મોરબી પાલિકામાંથી નોખી થયેલી શક્ત શનાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ

0
129
/

ગામના વિકાસને કેન્દ્રમાં રાખી રાજકીય આગેવાનોએ એકતા દાખવી

મોરબી : હાલ મોરબીને અડીને આવેલા શક્ત શનાળા ગામને વર્ષે 2012ની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મોરબી નગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું. જેના ભારે વિરોધને અંતે શનાળા ગામને પાલિકામાંથી બાકાત કરાયું હતું.ત્યારે આ વખતે ફરી શનાળા ગામમાં ગ્રામ પંચાયતની રચના થવાથી આગેવાનો અને ગ્રામજનોના સમર્થનથી શનાળા ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે.

મોરબીને મહાનગરપાલિકા અપાવવા માટે શક્ત શનાળા ગામને વર્ષ 2012ની ગ્રામ પંચાયતની ચૂંટણી પછી નગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું. પરંતુ મહાનગરપાલિકા બનાવવા માટે કોઈ કાર્યવાહી ન થતા શનાળા ગામ સરપંચ વગર ઘણી ઘોરી વગરનું થયું હોવાની રાવ ઉઠી હતી. સરપંચ ન હોવાથી આ ગામનો વિકાસ પણ રૂંધાયો હતો અને 2015ની નગરપાલિકાની ચૂંટણીઓનો બહિષ્કાર કરાતા અને ભારે વિરોધને અંતે મોરબી પાલિકામાંથી આ ગામને બાકાત કરાયું હતું.ત્યારે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરી શનાળા ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી છે.આશરે 5 હજારની વસ્તી ધરાવતી શનાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના આગેવાનો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસો થકી શનાળા ગામને સમરસ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં શનાળા ગામના સરપંચ તરીકે સોનલબેન બાવરવા, ઉપસરપંચ તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, સભ્યો તરીકે રંજનબેન સનારીયા, ગીતાબેન આધારા, નૈનાબા ઝાલા, કાંતાબેન વાઘેલા, જયદીપભાઈ સુવારીયા, લીલાબેન ખાંભલા, મહીંપતભાઈ વાઘેલા, રવુંભા ઝાલા, રાજેશભાઈ આઘારાની વરણી કરવામાં આવી છે. ઘણા વર્ષો પછી ગ્રામ પંચાયતની બોડી અમલમાં આવતા હવે ગામના વિકાસની ગાડી ફરી પાટે ચડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/