કોલેજ, સ્કૂલ અને ધાર્મિકસ્થાન આસપાસ ધમધમતા કતલખાનામાં પ્રાણીઓની કરાતી કતલ બંધ કરાવવા માંગ
મોરબી : હાલ મોરબીમાં અમુક વિસ્તારોમાં પ્રાણીઓની ગેરકાયદેસર કતલ કરી જાહેરમાં માસ મટનનું વેચાણ થતું અટકાવવા પ્રાણીઓ ઉપર અત્યાચાર રોકવા મામલે કામ કરતી પીપલ ફોર એનિમલ સંસ્થાના મનોજ બારૈયા દ્વારા મામલદાર કલેક્ટરથી લઈ પ્રાણી અત્યાચાર રોકવા કામ કરતી સંસ્થાના અગ્રણી મેનકા ગાંધી સુધી રજુઆત કરવામાં આવી છે.
સોસાયટી ફોર પ્રિવેનશન ઓફ કૃઆલિટી ફોર એનિમલના મેમ્બર મનોજ બારૈયા દ્વારા મોરબી મામલતદાર, જિલ્લા કલેકટર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને રાજકોટ રેન્જ આઈજીને લેખિત રજુઆત કરી મોરબીમાં અમુક વિસ્તારોમાં સરેઆમ વેચાતા માસ મટનનું ધંધા બંધ કરાવવા માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના અમુક વિસ્તારોમાં જ્યા માસ મટનનો કારોબાર થાય છે તેની આજુબાજુ ધર્મસ્થાનો આવેલા હોવા ઉપરાંત અહીંથી શાળા કોલેજના બાળકો રોજ પસાર થતા હોય આવા દ્રશ્યો જોઈ તેમને મુશ્કેલી પડે છે. ઉપરાંત આ કતલખાનાઓને નિયમ મુજબ મોરબી પાલિકા દ્વારા લાયસન્સ પણ ઈશ્યુ ન થયા હોય તાકીદે પશુ પ્રત્યે ઘાતકી પણું અટકાવી અહીં રોજબરોજ થતી પશુઓની કત્લેઆમ રોકવા પણ માંગ ઉઠાવવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide