આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
મોરબી : હાલ તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાથી અનેક યુવાનોને અન્યાય થયો છે. તેથી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા હેડક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે પગલા લઈને ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા બાબતે મોરબી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષા અગાઉ જ પેપર લીક થઈ ગયું હતું. જેમાં હિંમતનગરના એક ફાર્મહાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશ્યલ મીડિયા મારફતે ભાવનગર, વડોદરા, કચ્છ સહિતના સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ જ પેપર પહોંચી ગયું હતું. ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાએ ભરતી માટે પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના યથાવત રહી છે. આથી સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરતા હજારો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થાય છે. હિંમતનગરની પેપર લીકની ઘટનામાં ધારદાર રજુઆત કરાઈ છે અને પેપર લીક કરતા આવા તત્વો સામે સખ્તમાં સખત કાર્યવાહી કરવા અને આવું કૃત્ય કરવા ક્યારેય પ્રયાસ ન કરે તે માટે બોધપાઠ રૂપ સજા આપવા તેમજ હજારો યુવાનોને ન્યાય મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જાળવવા આયોજન કરવાની માંગ કરી છે. નહિતર વિદ્યાર્થીઓ તૈયારી છોડી મેદાનમાં આવશે તેવી ચીમકી આપી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide