વાંકાનેરના લિંબળાની ધાર પાસે ગતરાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત
વાંકાનેર : હાલ વાંકાનેરના લિંબળાની ધાર પાસે ગતરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં નેશનલ હાઇવેથી કાર ખાડા ટેકરામાં ખાબકી હતી. આથી કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ વાંકાનેરમાં રહીને રેલવેમાં સર્વિસ કરતા જોરુંભાઈ સોમાભાઈ સાપરા (ઉ.વ.39) ગતરાત્રે પોતાની જી.જે.એ.આર. 3779 નંબરની કાર લઈને વાંકાનેરથી ચોટીલા તરફ જઈ રહ્યા હતા અને તેમની કાર 27 નેશનલ હાઇવે વાંકાનેરના લિંબળાની ધાર પાસે પહોંચી ત્યારે કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર હાઇવેથી નીચે ખાડા ટેકરામાં ઉતરી ગઈ હતી અને કાર હાઇવેથી ઉતરી લગભગ 50 કિમિ દૂર પહોંચી ગઈ હતી. આથી કારનો બુકડો બોલી ગયો હતો અને આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી કાર ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
