સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું આયોજના ઘડી કાઢવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું છે.
સુરતમાં એક ટ્યુશન ક્લાસમાં આગ લાગવાથી અંદાજે ૧૯ જેટલા બાળકોનું મૃત્યુ થયું છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. તમામ શહેરોની મહાપાલિકા અને પાલિકાઓના અધિકારીઓ ઘટનાના પગલે હરકતમાં આવ્યા છે. આ જ રીતે મોરબી પાલિકાએ પણ સુરતની દુર્ઘટનાની નોંધ લઈને કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે આવતીકાલે શનિવારે પાલિકામાં અધિકારીઓએ તાબડતોબ મિટિંગનું આયોજન કર્યું છે. આ મિટિંગ સવારે ૧૦ વાગ્યે યોજાવાની છે. જેમાં પાલિકાના અધિકારીઓ, એન્જીનીયરો, ફાયર વિભાગના અધિકારી સહિતના વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide