વાંકાનેર: ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં કુમાર પ્રા.શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી

0
100
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાની કૃતિ ” એજ્યુકેશન એપ.CAR ટેકનોલોજી” વિભાગ-૩માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.હવે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાની કૃતિ ” એજ્યુકેશન એપ.CAR ટેકનોલોજી” વિભાગ-૩માં પ્રથમ નંબરે આવી હતી.હવે જીલ્લા કક્ષાએ પહોંચી છે.શાળાના શિક્ષક ગોસ્વામી નેહલબેનના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થી ખાંડેખા આનંદ તથા મગિયા પ્રણવ દ્વારા તૈયાર કરાયેલ કૃતિનો પ્રથમ નંબર આવતા ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે.બીઆરસી કો.અબ્દુલભાઈ તથા સીઆરસી કો.જાવેદ બાદી તથા શાળાના આચાર્ય મનસુખભાઈ વસિયાણીએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/