મંત્રીઓ અને અગ્રણીઓએ હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લીધી

0
133
/

મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું

ટંકારા : હાલ હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર”ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓએ લીધી હતી હતી. આ તકે મંત્રીઓનુ ફુલહાર અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા ગામના આગેવાનો દ્વારા પાલણપીરનો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો.

ટંકારાના નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા આવેલ રાજ્યનાં માર્ગ-મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી,રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ પુંજાભાઈ માલમ,મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી જીલ્લા આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયા,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા,ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેનના પતિ પ્રભુભાઈ કામરીયા,હડમતિયા ગામના નવનિયુક્ત સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ મેઘવાળ સમાજનું આસ્થાનું કેન્દ્ર પાલણપીર જગ્યાની મુલાકાત લઈ દર્શન કર્યા હતા.આ પ્રસંગે મેઘવાળ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી પુર્ણેશ મોદી,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી માલમભાઈ, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાનું ફુલહાર અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ધાર્મિક પાલણપીરધામ જગ્યાની મુલાકાત થતી હોય તે વેળાએ મંત્રી પુર્ણેશ મોદી પાલણપીરનો ઈતિહાસ જાણવા ઉત્સુક હતા.તેથી જગ્યાના ગાદીપતિ અને આગેવાનો દ્વારા ઝીણવટભર્યો ઈતિહાસ જણાવ્યો હતો અને વધુ જગ્યાનો વિકાસ થાય તે બાબતે અને તાજેતરમાં જ મંજુર થયેલ જગ્યાની બાજુમાંથી જ પસાર થતો સ્ટેટ હાઈવે રોડ તાત્કાલિક નવો અને ગુણવત્તાયુક્ત બને તેવી ગામના આગેવાનોએ રજુઆત કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/