ભારત વિકાસ પરિષદ તથા પરિશ્રમ ઔષધિ વનનું સફળ આયોજન
મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે વૈદ કિરીટસિંહ ઝાલા તેમજ પરિશ્રમ ઔષધીય વન મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા લગભગ ૯૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં ૪૫ જેટલા ભાઈ બહેનો ઊપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide