મોરબીમાં પરવાના વિના ખનીજ પરીવહન કરતી વધુ બે ટ્રકો ઝડપાઈ

0
191
/

મોરબી પંથકમાં બેરોકટોક ખનીજચોરી થતી જોવા મળે છે ખનીજ સંપત્તિથી સંપન્ન મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બની ગયા છે ત્યારે આજે ખાણ ખનીજ ટીમે પરવાના વિના ખનીજ પરિવહન કરતી વધુ બે ટ્રકો જપ્ત કરી છે

        મોરબી ખાણ ખનીજ ટીમે આજે પેટ્રોલિંગ દરમિયાન પરવાના વિના ખનીજ પરિવહન કરતી બે ટ્રકો બે સ્થળેથી ઝડપી લીધી હતી મોરબીના ટીંબડી નજીકથી તેમજ પાનેલી ગામ નજીકથી ખનીજ વિભાગની ટીમે બે ટ્રકો ઝડપી લઈને ૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જેમાં ટ્રક નં જીજે ૧૨ એવાય ૨૬૭૨ માં કાળી માટી ૪૮ મેટ્રિક ટન ભરેલી હોય જે ટ્રક સહીત ૧૫ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે જયારે પાનેલી નજીકથી અન્ય એક ટ્રક પરવાના વિના ખનીજ પરિવહન કરતો હોય જેમાં સાદી માટી ભરેલી હોય ૨૫ મેટ્રિક ટન ખનીજ સહીત ૧૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/