માંડવીની એસટીની બસ બંધ થઇ જતા મોરબી, રાજકોટ અને જામનગર જતા મુસાફરો કચ્છ હાઇવે ઉપર ફસાયા

0
653
/

માંડવી થી એસટી બસમાં મુસાફરી કરીને મોરબી,રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે ઉપર હેરાન થઇ રહ્યા છે કેમ કે, એસ.ટી.ની બસ બંધ થઇ ગયા બાદ તંત્ર દ્વારા મુસાફપો માટે બંધ થઇ ગયેલ એસટીની જગ્યાએ બીજી કોઈ બસની વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેના કારણે મુસાફરો છેલ્લી છ કલાકથી કચ્છ હાઇવે ઉપર હેરાન પરેશાન થઈ રહ્યા છે

કચ્છ જિલ્લામાં થી રાજકોટ, જામનગર અને મોરબી તરફ જવા માટે રાત્રે છેલ્લી ઉપડતી માંડવી જામનગર બસમાં ઘણા મુસાફરો પોતાની મંઝિલ સુધી જવા માટે બેઠા હતા દરમિયાન આ બસ રાત્રે પોણા વાગ્યાના અરસામાં સામખયારી પુલ પાસે પહોંચી ત્યારે કોઈ કારણોસર આ બસ ક્યાં બંધ થઈ ગઈ હતી જેથી કરીને મુસાફરો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને તેની જાણ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ભુજ, ભચાઉ અને માંડવી આ ત્રણેય જગ્યાના ડેપો મેનેજરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા ફોન જોડ્યા હતા પણ ફોન બંધ આવતા હોવાથી મુસાફરો તેની સાથે વાત કરી શક્યા ન હતા અને જ્યારે એસ.ટી.ના કસ્ટમરકેર નંબર ઉપર વાત કરી ત્યારે ત્યાંથી પણ તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને છેલ્લી છ કલાકથી મુસાફરો સામખયારી પુલ પાસે એસટી બસને રાહ જોઈને બેઠા છે અને એસટી દ્વારા હજુ સુધી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/