મોરબી : તાજેતરમા વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા નામનો યુવાન ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યો જતા પરિવારજનો દ્વારા પોલીસ મથકે લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી. દરમિયાન આજે મોરબી ફાયર બ્રિગેડને રાતીદેવડી ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં યુવાનની લાશ હોવાનો કોલ આવતા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતક યુવાન અભયભાઈ વોરા હોવાનું બહાર આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide