મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના 125 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

0
100
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શીલ્ડ, સર્ટિફિકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રમુખ સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૩૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરેલ હતા. તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વીતીય નંબર મેળવનાર ૧૨૫ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરેલ હતા. તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૫૦૦ થી પણ વધુ જ્ઞાતીના લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/