હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ

0
71
/

હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. આથી વહેલીતકે બેઠા પુલનું તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી ગામલોકોએ માંગ ઉઠાવી છે.

હળવદના ટિકર રણ ગામે આજે બ્રાહ્મણી-2 ડેમો 1 દરવાજો ખોલાતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર અને માનગઢ જવાના માર્ગ ઉપર આવેલો બેઠો પુલ એકદમ ધોવાઇ ગયો હતો. જો કે અગાઉ ગામલોકોએ તંત્ર આ પુલ નવો બનાવવામાં આવે તેવી રજુઆત કરી હતી. પણ પુલ ન બનાવતા પાઇપો નાખીને બ્રાહ્મણી નદી પર લોકો નીકળી શકે તેવો કાચો માર્ગ બનાવવામાં આવ્યો છે. પરંતુ આજે બ્રાહ્મણી ડેમમાંથી વધુ પાણી છોડવાથી પાઇપો ઉપરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આથી ટિકર અને માનગઢથી હળવદ શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓ અટવાય ગયા હતા અને રજા રાખીને ઘર પરત જવું પડ્યું હતું. જ્યારે ટિકર ગામે નદી ઉપર વર્ષો પહેલા બનાવેલો પુલ ગાબડા પડવાથી જર્જરિત થઈ ગયો છે. એટલે નાના વાહનો ચાલી શકે છે. પણ મોટા વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે. એટલે સ્કૂલ બસ આવતી ન હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે આથી આ પુલનું તંત્ર વહેલાસર યોગ્ય રીપેરીંગ પણ કરે તેવી ગામલોકોએ માંગ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/