મોરબીની મધુવન સોસાયટીમાં વિદેશી દારૂની 83 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

0
401
/

મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 83 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના મકાન નં 51 માં દરોડો પાડી વિદેશી દારૂની 83 બોટલ કિંમત રૂપિયા 28,200 સાથે આરોપી શીવરાજસિંહ રાકેશકુમાર જેઠવા, રહે.મધુવન સોસાયટી મકાન નં.51 ત્રાજપર મોરબી-2 મુળ. રહે.ગોસા તા.જી.પોરબંદરને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/