મોરબીમાં ગૌરક્ષકો એ માંસ ભરેલ રિક્ષા ઝડપી લીધી!

0
211
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલ હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષક ભાઈઓને ચોટીલા હરેશભાઈ ચૌહાણને બાતમી મળી હતી કે મોરબીથી એક રિક્ષામાં ગૌમાસ ભરીને વાંકાનેર બાજુ જવાની છે. ત્યારે ગૌ રક્ષકો દ્વારા મોરબી વાંકાનેર હાઇવે પર દરિયાલાલ હોટેલની નજીકથી પિયાગો રિક્ષા આવતાં તેનો પોલીસ ને સાથે રાખી પીછો કરી રિક્ષા પકડી પાડી હતી. જે રિક્ષામાંથી મોટા પશુનું માંસ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે મોરબી- વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલની બાજુમાં જી જે -૩૬ – ડબલ્યુ – ૦૭૧૫ નંબરની પિયાગો રીક્ષા આવતા પોલીસ સાથે પીછો કરી પકડી પાડી છે. જેમાંથી મોટા પશુનું માંસ મળી આવ્યું છે. જે અબોલ જીવોની જીવ હત્યા કરી આ માસને વાંકાનેરમાં વેચવામાં આવી રહ્યું હતું. ત્યારે ગૌ રક્ષકોએ સવાલ ઉઠાવ્યા અને કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આવા કોઈ મોટા પશુઓ કાપવાની પરમિશન નથી છતાં કોની રહેમ દ્રષ્ટિથી આવું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. ? જો યુપી સહિત અનેક રાજ્યોમાં ખુલ્લેઆમ વેચાતા માસ મટન, ઇડાની લારીઓ બંધ કરાવવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ? તો કોની ભલામણથી મોટા સડયંત્ર અને જીવ હત્યાના કાર્ય ગુજરાતમાં ચાલી રહ્યા છે તે પણ સવાલ હિન્દુ સંગઠનોએ ઉઠાવ્યા હતો. તેમજ આ કામગીરી મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને મોરબી હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન દ્વારા કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/