પીજીવીસીએલની ઢીલથી કામગીરીમાં વિલંબ
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીથી જેતપર અને હળવદના ફોરલેન રોડને કારણે હાલમાં ઉદ્યોગકારો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુશ્કેલી આગામી છ મહિનામાં સંપૂર્ણપણે હલ થઈ જાય તેમ હોવાનું જાણવા મળે છે હાલમાં બન્ને રોડના કામ ઝડપભેર આગળ ધપી રહ્યા છે જો કે, વીજતંત્ર નડતરરૂપ વીજપોલ દૂર કરવામાં ઝડપભેર કામગીરી કરે તો હજુ પણ ફોરલેનની કામગીરી વધુ ઝડપી બને તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબીના સીરામીક ઝોનમાં આવતા જેતપર અણિયારી અને હળવદ – મોરબી રોડ ફોરલેનની કામગીરી હાલમાં પુરજોશમા ચાલી રહી છે. જો કે હાલમાં બન્ને રોડના ચારમાર્ગીયકરણને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ધોળાદિવસે તારા દેખાઈ રહ્યા છે ત્યારે આગામી છ મહિનામાં બન્ને રોડના ચારમાર્ગીયકરણની કામગીરી પૂર્ણ થઈ જનાર હોવાના સંકેતો મળી રહ્યા છે.વધુમાં હાલમાં મોરબી – જેતપર – અણિયારી રોડ 8 કિલોમીટર જેટલો તૈયાર થઈ ગયો હોવાનું તેમજ હળવદ-મોરબી રોડ 18 કિમી તૈયાર થઈ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબીના સીરામીક ઝોનના બન્ને રોડને ફોરલેન બનાવવા માટે હાલમાં દિવસ રાત કામગીરી ચાલી રહી છે પરંતુ મોરબી પીજીવીસીએલની નડતરરૂપ વીજ થાંભલા ખસેડવાની કામગીરીમાં ઢીલથી બન્ને રોડના કામમાં અંતરાય આવી રહ્યા છે અને લોકોને હળવદ જવા માટે ફરજિયાતપણે માળીયા થઇ 25 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide