વાતાવરણમાં પલટાયું, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

0
113
/

અમરેલી, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી, સુસવાટાભર્યા પવનથી ઠંડીમાં વધારો જોવાયો  

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ કમોસમી વરસાદ સૌરાષ્ટ્રનો પીછો નથી છોડી રહ્યો તેવામાં રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે સવારથી મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૂરજ નારાયણના દર્શન દુર્લભ બન્યા છે.

ગઈકાલથી સુસવાટાભર્યા પવન વચ્ચે આજે સવારથી મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, આજે વહેલી સવારથી આકાશમાં વાદળો છવાઈ જતા સૂરજ નારાયણના દર્શન દુર્લભ બન્યા છે એવામાં રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અમરેલી, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે, બીજી તરફ દિવસ દરમિયાન ઠંડો પવન ફુંકાતા લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા ઠંડીમાં વધારો નોંધાયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/