અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન

0
57
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી:  હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય અવસરે ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી તા. ૨૨ જાન્યુઆરીને સોમવારે થવાની છે ત્યારે બગથળા ગામે ભવ્ય ઉત્સવનું આયોજન કરાયું છે

જેમાં રામ મંદિર મહોત્સવના દિવસે ૨૨ તારીખે બગથળા ગામના દરેક ઘરે આસોપાલવના તોરણ બાંધી દરેક ઘરે રંગોળી અને સ્વસ્તિક અચૂક કરવા જણાવ્યું છે દરેક ઘરમાં ૫ દીવડા કરાશે બપોરે દરેક મંદિરે મહા આરતી કરાશે અને બપોરે ૨ કાલકે ભવ્ય શોભાયાત્રા યોજાશેતેમજ સાંજે સમસ્ત ગામનો જમણવાર રાખેલ છે અને રાત્રે ૦૮ : ૩૦ કલાકે ગરબા મહોત્સવ ઉજવાશે જે દરેક પ્રસંગમાં ગ્રામજનોએ પધારવા બગથળા ગામના યુવાનોની ટીમે આમંત્રણ પાઠવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/