મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ

0
36
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન બે દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ ઝોબાલિયા દ્વારા મોરબીની બાજીરાજબા કન્યા શાળા દરબાર ગઢ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સવારે ૧૩૦  તેમજ બપોરે ૧૯૦ જેટલી વિદ્યાર્થીનીઓનું વજન કરી, તપાસીને ત્રણ દિવસની દવા આપી હતી હાલમાં શરદી,ઉધરસ, તાવ,માથાનો દુખાવો,પેટના દુખાવાના વધુ દર્દી હતા .આ તકે સ્ટાફનું પણ બ્લડ સુગર તેમજ બીપી ચેક કરી આપેલ. આ કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્ય નીલેશભાઈ કૈલા તેમજ નમ્રતાબેન, ભારતીબેન સહિત સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતીઆ તકે મોરબીના સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ પણ હાજર રહ્યા હતા. કેમ્પ સહાયક કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકા રાવલ, કેતનભાઈ મહેતા, જીગર ભટ્ટે સેવા આપી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/