મોરબીના સિરામિક કોન્‍ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવનાર ગેંગ ઝડપાઈ

0
166
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના સિરામિક લેબર કોન્‍ટ્રાકટર સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરી ફસાવ્યા બાદ કાગવડ પાસે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 23.50 લાખની રોકડ રકમ પડાવી લેનાર મહિલા સહિતના 5 શખ્‍સોની ગેંગને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે ગણત્રીના કલાકોમાં ઝડપી લઇ આ ગેંગની વધુ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.10ના રોજ મોરબીના ફરીયાદી ભરતભાઇ ભીખાભાઇ કારોલીયાએ સુલતાનપુર પોલીસ મથકમાં અજાણી મહીલાએ પોતાને ફોનમાં ફોન કરી મીત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી પોતાને કાગવડ ખોડલધામ ખાતે મળવા બોલાવી બાદમાં પાછળથી અન્‍ય ચાર અજાણ્‍યા માણસો આવી પોતાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તે મહિલા પાસે બળાત્‍કારની ખોટી ફરીયાદ કરાવવાની ધમકી આપી. રૂપિયા પાંત્રીસ લાખની માગણી કરી બાદમાં રૂપિયા 23.50 લાખની રકમ બળજબરીથી કઢાવી લીધેલ હોવાનો બનાવ તા.4 માર્ચના રોજ બનેલ હોવાનું જાહેર કરતા સુલતાનપુર પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન રાજકોટ રૂરલ એલસીબી ટીમે આરોપીઓને સત્‍વરે પકડી પાડવા તપાસ હાથ ધરીટેકનીકલ સોસીસ તથા હ્યુમન સોર્સીસથી તપાસ હાથ ધરી આરોપી હરેશ નાનજીભાઇ વાળા, રહે. જુનાગઢ, ગીરનાર દરવાજા, ગણેશનગર શેરી, શૈલેશગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ રહે. રાજકોટ ચામુંડા સોસાયટી, અતિતભાઇ રાજરતનભાઇ વર્ધન રહે.રાજકોટ, નવાગામ, સોમનાથ સોસાયટી, રંગીલા સોસાયટી પાસે, રાજકોટ મુળ. ગામ. જીંજુવાડા ગામ તા.પાટડી જી.સુરેન્‍દ્રનગર, વિક્રમભાઇ ઉર્ફે વીરાભાઇ લીંબાભાઇ તરગટા, રહે.રાજકોટ, ગોડલ રોડ, જકાતનાકા પાછળ, ખોડીયાર નગર, સરકારી સ્‍કુલની બાજુમા, મુળ.ગામ. તરણેતર તા.થાન જી.સુરેન્‍દ્રનગર તથા એક મહિલા આરોપીની ધરપકડ કરી રોકડા રૂપિયા 18.46 લાખ, 6 મોબાઈલ ફોન, એક કાર સહીત રૂપિયા 21.76 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસના હાથે પકડાયેલ આરોપીઓએ મોરબી ખાતેથી બુક સ્‍ટોલમાંથી મોરબી વિસ્‍તારના ઉધોગપતિ અને વેપારીઓના ટેલીફોન નંબર વાળી ટેલીફોન ડીરેકટરી મેળવી તેમાંથી નંબરો મેળવી મહિલા આરોપી પાસે અલગ અલગ મોબાઇલ નંબરોમાંથી ફોન કરાવી પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવી ડરાવી ધમકાવી ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવી લેવાની ટેવ વાળા હોવાનું ખુલ્યું છે.

આ કાર્યવાહી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચનાપીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એ.એસ.આઇ. રોફીતભાઇ બકોત્રા, રવિદેવભાઇ બારડ, બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, વકારભાઇ આરબ, અમીતસિંહ જાડેજા, બ્રીજરાજસિંફ જાડેજા, પો.હેડ.કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, દિગ્‍વિજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલ, ઘનશ્‍યામસિંહ જાડેજા, પો.કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, મહિપાલસિંઠ ચુડાસમા, ડ્રાઇવર પો.કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકા પો.સ્‍ટે.ના મહિલા એ.એસ.આઇ. કૈલાશબા પૃથ્‍વીસિંહ ગોહિલ તથા મહિલા પો.કો. હિનાબેન કાનજીભાઇ પલારીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/