મોરબીમાં પુલ ઉપરથી કાર નીચે ખાબકી, ત્રણ ઈજાગ્રસ્ત

0
790
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું છે, આમ અકસ્માત સમયે કારની સ્પીડ વધુ હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

મોરબી શહેરની ત્રાજપર ચોકડી ઓવરબ્રિજ ઉપર પુરપાટ ગતિએ જતી હ્યુન્ડાઇ આઈ-20 કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-11-સીડી-3460ના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી રોડ ઉપર નીચે ખાબકી હતી, આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું તેમજ અકસ્માત સમયે કાર ઓવરસ્પીડે હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/