[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે 23 માર્ચે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
અંગ્રેજોના ક્રૂર શાસન સામે લડનારા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, શિવરામહરિ રાજગુરુ અને સુખદેવ થાપરની શહાદતને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ત્રણેય નાયકોને 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ વીરોના બલિદાનને યાદ કરવા માટે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. ત્રણેય ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીઓ માત્ર 23 વર્ષની વયે અંગ્રેજો સામે લડ્યા હતા.
28 ડિસેમ્બર, 1928ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ રાષ્ટ્રવાદી નેતા લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે એક યોજના બનાવી. તેણે લાહોરમાં પોલીસ ઓફિસર જેમ્સ સ્કોટને ગોળી મારવાની યોજના બનાવી. પરંતુ ભૂલથી તેણે જોન સોન્ડર્સને ગોળી મારી દીધી. જે બાદ ધરપકડથી બચવા ત્રણેય કલકત્તા ભાગી ગયા હતા. અંગ્રેજોએ બ્રિટિશ શાસન સામે બળવો કરવાનો પ્રયાસ કરનાર ત્રણ નાયકોની શોધમાં તેમની તમામ શક્તિ લગાવી દીધી.
આ ઉપરાંત, ભગતસિંહે બટુકેશ્વર દત્ત સાથે મળીને, તેમણે દિલ્હીના સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંક્યો અને “ઇન્કલાબ ઝિંદાબાદ” ના નારા લગાવ્યા. આ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. 23 માર્ચ, 1931ના રોજ સ્વતંત્રતા ચળવળના ત્રણ નાયકો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. ત્રણેય વીરોની યાદમાં દેશભરમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સત્તાવાળાઓએ એક સાથે મૃત્યુદંડની સજા ફટકારી હતી. અંગ્રેજ અધિકારીઓ આ મહાન ક્રાંતિકારીઓથી પરેશાન થઈ ગયા. તેથી, બ્રિટિશ સત્તાવાળાઓએ આ ત્રણેયને એક જ સમયે સજા આપીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ ત્રણેયના બલિદાનને કારણે ભારતીય યુવાનો વધુ બહાર આવ્યા હતા.
આમ, 23 માર્ચે ત્રણ સ્વાતંત્ર્યસેનાનીઓ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. આ સાથે ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે યુવાનોની નસોમાં વહે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide