મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

0
50
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે બેટરી ઓપરેટેડ ગર્લ્સ, બેટરી ઓપરેટેડ બબલ ગર્લ્સ, સ્નો સ્પ્રે, લીકવીડ સ્પ્રે અને મેજીક ગ્લાસ આ વખતે નવી વેરાયટી આવી છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હોળીના માર્કેટની વાત કરીએ તો તેનું એક કરોડ જેવું મોરબીમાં માર્કેટ છે અને ગત વર્ષ કરતા આ વર્ષે 10 ટકા જેટલો ભાવમાં ઘટાડો જોવા મળે છે.

મોરબીમાં કલર – પીચકારીના હોલસેલના વેપારી દીપકભાઈ પોપટે જણાવ્યું હતું આ વર્ષે માર્કેટમાં 7 રૂપિયાથી મંદીને 300 રૂપિયા સુશીની 1 ફૂટ થી 4 ફૂટ સુધીની 300 જેટલી પિચકારીઓની વેરાયટીઓ જોવા મળે છે જયારે બાળકોને પ્રિય મોટું પતલુ, બાર્બી, ડોરેમોન, સ્પાઇડરમેન, હલ્ક સહિતની 100 રૂપિયાથી લઈને 1000 સુધીની 500 લિટરથી માંડીને 10 લીટર સુધીની ટાંકીઓ ઉપલ્ભધ છે . તેમજ 12 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની ગન માર્કેટમાં ઉપલબ્ધ છે.

જયારે આ વર્ષે બેટરીથી ચાલતી ગર્લ્સ અને બબાલ ગર્લ્સ તેમજ મેજીક ગ્લાસ, સ્નો સ્પ્રે, લીકવીડ સ્પ્રે સહિતની વસ્તુઓ માર્કેટમાં નવું આવ્યું છે. જેમાં મેજીક ગલાશમાં પાણી ભારત જ તે કલર વરુ પાણી થઇ જાય છે અને 12 થી વધુ વખત તેમાં પાણી ભરી શકાય છે અને તે માર્કેટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જયારે 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાના કિલોનો મુર્ગા કલર, હર્બલ કલર અને ઓર્ગેનિક કલર માર્કેટમાં મળે છે, અને મોરબીમાં આ વર્ષે 200 ટન જેટલા કલરનું વેચાણ થવાનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોય મોરબીની માર્કેટમાં જોઈએ તેવી ખરીદી જામી નથી પરંતુ છેલ્લા બે દિવસમાં ખરીદી જામશે તેવો વેપારીઓને આશા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/