છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂરી થઈ ગઈ હતી છતાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવા માટે થઈને ચૂંટણી આપવામાં આવતી નહોતી જેથી કરીને ઘણા દિવસો વિવાદો ચાલી રહ્યા હતા દરમિયાન આજે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મિટીંગ મળી હતી જેમાં આગામી ૩૦મી તારીખના રોજ ચૂંટણી યોજવા માટે નક્કી કરવામાં આવ્યું છે અને ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રાથમિક શાળાના બિલ્ડીંગ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાવાની છે તેવું જાણવા મળેલ છે
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત લાંબા સમયથી વીતી ગઇ હતી તેમ છતાં નવી ચૂંટણી આપવામાં આવતી ન હતી જેથી કરીને આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ ચૂંટણી આપવા માટે થઈને હુકમ કરવામાં આવ્યો હતો
જોકે આજે સાંજે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મોરબી ખાતે મીટીંગ મળી હતી જેમાં આગામી તારીખ ૩૦ના રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ચુંટણી ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પ્રાથમિક શાળાના બિલ્ડીંગ ખાતે યોજવામાં આવશે મોરબી જિલ્લાના કુલ મળીને 110 પ્રતિનિધિઓ દ્વારા આગામી ૩૦મી તારીખે મતદાન કરીને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા પ્રમુખને ચૂંટવામાં આવશે અને આ ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે
વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં હાલમાં બે જૂથ પડી ગયા છે અને બંને જૂથમાંથી એક એક ઉમેદવાર આગામી ચૂંટણીમાં ઊભા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં પ્રમુખ પદના જે બે દાવેદારોનાં નામ ચર્ચામાં છે તેમાં એક પક્ષ તરફથી સંદીપ આદ્રોજાનું નામ મૂકવામાં આવે તેવી શક્યતા છે જ્યારે બીજા પક્ષ તરફથી દેથરીયા ઘનશ્યામભાઇનું નામ પ્રમુખપદની ચૂંટણીમાં મૂકવામાં આવે તેવું જાણવા મળે છે
અત્રે ઉલ્લેખનીય છે કે હડમતીયા પ્રાથમિક શાળા ખાતે આગામી ૩૦મી તારીખે જ્યારે ચૂંટણી યોજાવાની છે તે દિવસે સવારે વહેલા પ્રમુખના ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવશે ત્યારબાદ મતદાન કરવામાં આવશે અને તે જ દિવસે સાંજે આ ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે તેવું વર્તમાન હોદેદારએ કહ્યુ છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide