અપના હાથ જગન્નાથ : મોરબીમાં કોમ્પ્લેક્ષને સ્વખર્ચે સ્વચ્છ અને રળિયામણો બનાવતા વેપારીઓ

0
184
/

પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષના વેપારીઓએ કમિટી બનાવી ફંડ એકઠું કરીને કોમ્પ્લેક્ષ આજુબાજુના વિસ્તારને ડેવલપને સુંદર બનાવી અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓને પણ પ્રેરણાદાયી મેસેજ આપ્યો

મોરબી : મોરબી શહેરમાં ઘણી જગ્યાએ આવેલા વાણિજ્ય કોમ્પ્લેક્ષમાં ગંદકી અને પાર્કિગ સહિતની સમસ્યાઓ સર્જાતી હોય છે. પણ વેપારીઓ પોતાના કામમાં મશગુલ હોવાથી આ સમસ્યા ઠેરની ઠેર જ રહી જાય છે. ત્યારે મોરબીના સામાકાંઠે હાઇવે પર કુબેર સિનેમા સામે આવેલા પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષના આજુબાજુ વિસ્તારમાં ગંદકી અને આડેધડ પાર્કિગની સમસ્યાઓ ઘણા સમયથી હોવાથી અહીંના વેપારીઓ જાત મહેનત ઝીદાબાદ કહેવત સાર્થક કરીને જાતેજ સમસ્યાઓ દૂર કરવા ભારે કમર કસી હતી.જેમાં વેપારીઓએ એક કમિટી બનાવી ફંડ એકત્રિત કરીને કોમ્પ્લેક્ષ આજુબાજુના વિસ્તારને સુંદર બનાવી દીધો છે. તેમજ પાર્કિગની અલગ વ્યવસ્થા અને વૃક્ષારોપણ કરીને હરિયાળો બનાવી અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓ પ્રેરણાદાયી મેસેજ આપ્યો છે.મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે ઉપર કુબેર સિનેમા સામે આવેલ પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ હાલ રળિયામણો બની ગયો છે. કોમ્પ્લેક્ષના વેપારીની જાત મહેનતના કારણે આ કોમ્પ્લેક્ષ અને આજુબાજુનો વિસ્તારનો ભારે ડેવલપ થયો છે.આ કોમ્પ્લેક્ષના આજુબાજુના વિસ્તારમાં ગંદકી અને આડેધડ પાર્કિગની મોટી સમસ્યાઓ હતી. પણ અહીંના વેપારીઓ કોઈના પર દોષારોપણ કે તંત્રની મદદ લીધા વગર જ જાતે મહેનત કરીને નાગરિક ધર્મને દિપાવ્યો છે. પહેલા વેપારીઓ કોમ્પ્લેક્ષનું ડેવલપમેન્ટ કરવા માટે એક કમિટી બનાવી હતી. જેમાં ધમેન્દ્રભાઈ કાલરીયા, કિશનભાઈ કગથરા, અંકિતભાઈ, મનીષભાઈ,મુકેશભાઈ, સુનિલભાઈ,પરેશભાઈ સહિતના તમામ વેપારીઓની કમિટી બન્યા બાદ કોમ્પ્લેક્ષની દુકાનો દીઠ દરેક પાસેથી રૂ.11 હજારનું ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ રીતે વેપારીઓના સાથી હાથ બઢાનાનો સહિયારો પ્રયાસ હાથ ધરાયો હતો. વેપારીઓની જાત મહેનતને કારણે આ કોમ્પ્લેક્ષ એકદમ સુંદર ઉપવન જેવો બની ગયો છે. જેમાં ગંદકીનું કાયમી નિકાલ કરવામાં આવ્યો છે પાર્કિંગની જગ્યા પાર સિમેન્ટનું ધાબુ બનાવી અને પાર્કિગની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. બાઇક અને કારના પાર્કિગ માટે શિસ્તતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ સ્વચ્છતા બાબતની ખાસ કાળજી લેવામાં આવી છે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. આમ જો અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓ પણ પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષના વેપારીઓ માંથી પ્રેરણા લઈને પોતાની સમસ્યાઓ જાતે જ દૂર કરે તો પોતાને જ સારી સુવિધા મળશે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/