[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી સાહેબ ના ના હુકમથી મોરબી પીજીવીસીએલના અધિકારીઓના સહયોગથી આગામી તારીખ:- 2 અને 3/10/2025 બે દિવસ દરમિયાન વાડી વિસ્તારમાં રહેતા રહેણાક મકાનમા જ નવું વીજ કનેક્શન લેવા માગતા જરૂરીયાત મંદ લોકો માટે સવારે 8 થી સાંજે 5 સુધી મોરબી સતવારા નવગામ જ્ઞાતિની વાડી રામજી મંદિર પાછળ ભાંડીયાની વાડી સામે, શનાળા રોડ મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નીચે જણાવેલ ડૉક્યુમેન્ટ ભેગા કરવા તથા નીચે આપેલ વ્યક્તિ સંપર્ક કરી નામ નોધાવાસમાં આવેલ હતું
જરૂરી સાથે લાવવાના ડોક્યુમેન્ટ્સ
૧) આધારકાર્ડની બે ઝેરોક્ષ
૨) રેશનકાર્ડની ઝેરોક્ષ
૩) પાસપોર્ટ સાઈઝના બે ફોટા
૪) બાજુવાળાનું લાઇટબીલની ઝેરોક્ષ
૫) ૭/૧૨, ૮- અ, ૬ નંબર એ ફક્ત અરજદારનું નામ ૭/૧૨માં ચડ્યું હોય તે નોંધ નંબરની ઝેરોક્ષ.
૬) A1 ફોર્મ ત્યા કેમ્પમાં મળી જાશે
૭) ૩૦૦ સ્ટેમ્પ પર સાથે આપેલ ફોર્મેટમા જ બાહેધરી સોગંધનામુ કરાવવાનું રહેશે.
ઉપરોકત વિગતોનુસાર આપેલ ડોક્યુમેન્ટ્સ કેમ્પમાં સાથે લાવવા અને ફોર્મ ભરાવી જવુ. હજુપણ કોઈ રહેણાક નવા મીટર માટે નામ લખાવવાના બાકી હોય તે આગામી ૩/૧૦/૨૫ સાંજ સુધીમા, ઉમીયા સર્કલ ૐ વીલા ભાવેશભાઈ કનજારિયાની ઓફિસ ખાતે નામ લખાવી જવુ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
