મોરબી જિલ્લામાં છુટોછવાયો વરસાદ : સાર્વત્રિક વરસાદની જોવાતી રાહ

21
111
/

મોરબી શહેર તેમજ ટંકારમાં 4 એમ.એમ, વાંકાનેર 27 એમ.એમ. વરસાદ નોંધાયો : માળીયા (મી.) અને હળવદમાં માત્ર મેઘ આડંબર

મોરબી : મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું હોવા છતાં મોરબી જિલ્લો મૉટભાગે કોરો રહ્યો હતો. અષાઢીબીજના એક દિવસ પહેલા મોરબી જિલ્લામાં વધુ ઓછો વરસાદ નોંધાયો હતો. મોડી સાંજ સુધી વાતાવરણ ગોરંભાયેલું રહ્યા બાદ રાત્રે આઠ વાગ્યા પછી છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો.

સહુથી પહેલા મેઘરાજાએ વાંકાનેર ઉપર હેત વરસાવવાનું શરુ કર્યું હતું. જ્યાં સવારે આઠ વાગ્યા સુધીમાં 27 મિલી.મી. એટલે કે 1 ઇંચ કરતા થોડો વધુ વરસાદ નોંધાયો હતો. જયારે મોરબી શહેરમાં મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ વરસાદની એન્ટ્રી થઈ હતી. મોરબીમાં માત્ર 4 એમ.એમ તેમજ ટંકારમાં પણ 4 એ.એમ જેવો વરસાદ પડ્યો હતો. માળીયા (મી.)માં અને હળવદ મેઘ આડંબર છવાયો હતો પણ વરસાદ પડ્યો ન હતો. આવનારા ત્રણ દિવસ સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.