મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોનો ડ્રો યોજાયો

52
109
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોનો ડ્રો યોજાયો હતો.જેમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો.જોકે આ ડ્રોના અંતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસોનો લાભ ન મળ્યો હોવાનો કચવાટ જોવા મળ્યો હતો.

મોરબી પાલિકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અગાઉના 400થી વધુ આવસોની સોંપનીની કાર્યવાહી શરૂ કરીને ગયા વર્ષે 190 આવાસો માટે ફોર્મ ભરાયા બાદ આજે ટાઉનહોલ ખાતે આ 190 આવાસોના જાહેરમાં ડ્રો કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડીયા પાલિકાના ભાજપ કોગેસના સભ્યો તથા ગાંધીનગરથી ફંડબલ હાઉસિંગ બોર્ડના કર્મચારી હાજર રહ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓની હાજરીમાં 190 આવસોનો ઓનલાઈન ડ્રો કરીને 190 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.જોકે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના મહાનુભવોના હસ્તે અવસોના ડ્રો ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.હવે પછી ટુક સમયમાં 190 આવાસો માટે ડ્રોના જાહેર થયેલા નામીની યાદી પાલિકા કચેરીમાં પ્રસિદ્ધ કરાશે.જોકે કર્યક્રમના અંતે આર્થિક રીતે નબળા હોય તેવા સાચા લાભાર્થીઓને આવાસોનો લાભ ન મળ્યો હોવાનો વસવસો જોવા મળ્યો હતો.આ 190 આવાસો માટે 1506 જેટલા લોકોઓ ફોર્મ ભર્યા હતા.ત્યારે આજના ડ્રોમાં 190 લાભાર્થીઓને લાભ મળતા બાકી રહેલા લોકો માટે ગાંધીનગરથી સૂચના આવે તે પ્રમાણે કાર્યવાહી કરવાનું પાલિકા તંત્રએ જણાવ્યું હતું

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.