રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી
મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું બાતમીના આધારે રાજકોટ આર.આર.સેલની ટીમે દરોડા પાડયો હતો અને આર.આર.સેલની ટીમે રાજસ્થાનમાં મજુરી ન અપાતી હોય તેવા 313 ટનથી વધુ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરીને માતબર રકમની રોયલ્ટી દંડની વસુલાત કરવાની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લાના માળીયા(મી.) વિસ્તારમાંથી રાજસ્થાન રાજ્યમાં જેની મંજુરી નથી તેવા પ્રતિબંધીત પરવાના વગરનો મસમોટો ૩૧૩ ટનથી વધુ ખાણખનીજ પથ્થર ફેલસ્પાર ગ્રીડ ભરેલા કુલ 8 ટ્રકને આર.આર. સેલની ટીમે ઝડપીને સીઝ કરી રોયલટી દંડ વસુલાત માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવતિ નાબુદ કરવા માટે સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાએ આર.આર.સેલના પીએસઆઈ એમ.પી.વાળા નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના આપી હતી.જેના અનુસંધાને સેલના હેઙ કોન્સ. રસીકભાઇ પટેલ, રામભાઇ મંઢ તથા સુરેશભાઇ હુંબલ સહિતના માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા .તે દરમ્યાન પરવાના વગરના ખાણખનીજ પથ્થર ફેલસ્પાર ગ્રીડ ભરેલ કુલ 8 -આઠ ટ્રકો મળી આવતા ટ્રક ચાલક વર્દીલાલ ખેમાજી ડોંગી રહે.ચીત્તોડ રાજસ્થાન, અકબર સુલેમાન મેવ રહે.પહાડી જી.ભરતપુર, દિનેશ બંશીલાલ ડાંગી રહે.ઉદેપુર રાજસ્થાન , મહેન્દ્ર છોટુલાલ જાટ રહે. છાપરા જી.ભીલવાડા, ભેરૂ લક્ષ્મણજી વૈશ્નવ રહે. છાપરા જી.ભીલવાડા, રમેશ કાલુજી રાવત રહે.ઉદેપુર રાજસ્થાન, હારીજ જબ્બર મેવ રહે. અલવર રાજસ્થાન, શાહરુખ કમરુદીન મેવ રહે. હલવર રાજસ્થાનના ટ્રકોમાં ભરેલ ખાણ ખનીજ પથ્થર ફેલસ્પાર ગ્રીડ ટન-313 નો મસમોટો જથ્થો સીઝ કરી , મોરબી ખનીજ ખાતાને રોયલ્ટી વસુલ કરવા માટે જરૂરી માહીતી સાથે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે આપી કાયદેસર કાર્યવાહી કરવા સીઝ કરેલા વાહનોને સોંપી દીધા છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide