ટંકારા : ટંકારાના જયનગર ગામે પરિણીત મહિલાએ પોતાના પિયરમાં જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના જયનગર ગામે રહેતા રામાભાઈ તેજાભાઈ સાવડીયાના ઘરે ફળિયામાં તેમના પુત્રી શિલ્પાબેન ઉ.વ. 28એ કોઈ કારણોસર પોતાની માથે કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જેથી તેઓનું મોત નીપજ્યું હતું મૃતક મહિલાના લગ્ન પંચસિયા ગામે થયા હતા. તેમનો લગ્નગાળો બે વર્ષનો હતો. હાલ ટંકારા પોલીસના હેડ કોન્સ્ટેબલ એન.કે. રાઠોડે આ મામલે નોંધ કરી મહિલાના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.