ગુજરાત સહિત દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે અને ઉભા કૃષિ પાકો ઉપર ફરી ખતરો મંડાય રહ્યો છે. જુલાઈ મહિનો અડધો વિત ગયો હોવા છત્તા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં હજી અનેક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડ્યો નથી. જે ખેડૂતોએ વાયુ વાવાઝોડા સમયે આવેલા વરસાદને પગલે વાવણી કરી હતીએ વાવેતર ઉપર હવે જો ચાલુ સપ્તાહમાં વરસાદ ન પડે તો પાક બળી જાય તેવી પણ સંભાવનાં રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીનાં વાવેતર વધારે થયા છે અને તેને પાણીની તાતી જરૂરી છે.
વરસાદનાં વિલંબે ખરીફ પાકોનું ભાવિ ધુંધળું હોવાથી સટ્ટોડિયા તેનો લાભ લઈને વાયદામાં તેજી કરી રહ્યાં છે અને મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં ભાવ ઊંચકાયાં હતાં. ગવાર-ગમ વાયદામાં ઝડપી તેજી આવી હતી અને ગમ વાયદો વધીને રૂ.૯૦૦૦ની સપાટીએ પહોંચ્યો હતો. જીરૂમાં પણ કિલોએ રૂ.૪૦૦થી ૫૦૦નો વધારો થઈને ભાવ રૂ.૧૭૭૦૦ની સપાટી પર પહોંચ્યાં છે. જીરૂની નિકાસ હાલમાં ઓછી છે, પરંતુ સરેરાશ વરસાદ ખેંચાયો હોવાથી બજારો ઊંચકાયાં છે.
મગફળી-કપાસની બજારમાં મિશ્ર માહોલ છે. વૈશ્વિક રૂનાં ભાવ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યાં હોવાથી ઘરઆંગણે પણ બજારો વધતા નથી. કપાસનાં વાવેતર ગત વર્ષ જેટલા જળવાઈ રહ્યાં છે, પરંતુ આગળ ઉપર કપાસની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. કપાસનાં ઊભા પાકને દશેક દિવસમાં વરસાદ ન પડે તો બિયારણ નિષ્ફળ જાય તેમ છે અને ખેડૂતોને મોટી નુકસાની પહોંચી શકે તેમ છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide