મોરબીમાં તંત્રની આળસના પાપે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવામાં અવરોધ

0
255
/

પાણી પુરવઠા હસ્તકની ખેત તલાવડાની સરકારી જમીન માર્ગ અને મકાન વિભાગને ન સોપાતા એરપોર્ટનું કામ અટક્યું : જમીન ન સોપાઈ તો સરકારે ફાળવેલી કરોડોની ગ્રાન્ટ પરત જાય તેવી ભીતિ

મોરબીના રાજપર ગામે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવામાં તંત્રની આળસના પાપે અડચણ ઉભી થઇ છે.જેમાં પાણી પુરવઠા તંત્રએ તેના હસ્તકની ખેત તલાવડાની સરકારી જમીનનો કબ્જો માર્ગ અને મકાન વિભાગને ન સોપાતા એરપોર્ટ બનાવવનું કામ અટકી ગયું છે.હવે જો આ જમીનનો કબ્જો ન સોપાઈ તો સરકારે ફળવેલી કરોડોની ગ્રાન્ટ પરત જાય તેવી ભીતિ ઉભી થઇ છે તેથી પાણી પુરવઠા તંત્ર વહેલી તકે તેની હસ્તકની જમીનનો કબ્જો સોંપે તેવી રજુઆત કરવામાં આવી છે.

મોરબીના વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના પાણી પુરવઠા વિભાગની લેખિતમાં રજુઆત કરી છે કે મોરબીના રાજપર ગામે રાજાશાહી વખતમાં એરપોર્ટની સુવિધા હતી. કાળક્રમે આઝાદી બાદ આ સુવિધા છીનવાઈ જતા હવે વિકાસશીલ મોરબીમાં હવે એરપોર્ટની તાતી જરૂરિયાત ઉભી થઇ છે .જોકે સરકારે મોરબવાસીઓની માંગણીને ધ્યાને લઈને જૂની જગ્યા મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી હતી અને ફ્રેબ્રુઆરી 2017માં મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવા માટે 90 એકર સરકારી જમીન ફાળવી હતી અને રૂ.35 કરોડ એરપોર્ટ બનાવવા માટે મંજુર કર્યાં હતાં તેમજ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ.1.50 કરોડ ફળવ્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજપર ગામે એરપોર્ટ માટે જે જમીન ફાળવાઈ છે .તે ખેત તાળવડાની જમીન પાણી પુરવઠા હસ્તકની છે.તેથી એરપોર્ટ બનાવવા માટે પાણી પુરવઠા વિભાગે આ સરકારી જમીનનો કબ્જો માર્ગ અને મકાન વિભાગને ન સોંપતા એરપોર્ટ બનાવવાનું કામ અટકી ગયું છે.ત્યારે આ તંત્ર જો સરકારી જમીનનો કબ્જો ન સોંપે તો સરકારે ફાળવેલી કરોડોની ગ્રાન્ટ પરત જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.જો આવું થાય તો ફરીથી સરકારમાં મજૂરીની પ્રક્રિયા કરવી પડે અને એમાં ઘણો વિલંબ થાય તેમ છે તેથી મોરબીવાસીઓનું એરપોર્ટ બનાવવનું સ્વપ્ન પાછું ઠેલાય જાય તેમ છે તેથી મોરબીના હિતમાં તેમણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/