હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી

23
94
/

મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ

હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં સડેલા ચણા વાળી રસોઈ આપતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્યાહન ભીંજનના રૂમને તાળાબંધી કરી હતી. તેમજ મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે ભોજન જ ન આપતું હોવાની તથા વાસી ખોરાક આપતો હોવાના આક્ષેપ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો શાળાને પણ તાળાબંધી કરવાની ચીમકી આપી છે. હળવદના ગોકુળીયા ગામે આજે શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન જે ચણા વળી રસોઈ પીરસવામાં આવી હતી.તેમાં વિધાર્થીઓ ચણા એકદમ સડેલા હોવાનું અને પશુઓ પણ ખાઈ ન શકે તેવી આ રસોઈ હોવાની ફરિયાદ કરી હતી.આ બાબતની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને તાળાબંધી કરી હતી.તેમજ જો મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે જ વિધાર્થીઓને રસોઈ ન અપાઈ તો આગામી દિવસોમાં શાળાને પણ તાળાબંધી કરવાની ચીમકી આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત વાલીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની શાળામાં મધ્યાહન ભોજનનું સરકારે આપેલું મેનુ જાણે કાગળ પર જ હોય તેમ મેનુ પ્રમાણે ક્યારેય વિધાર્થીઓને ભોજન પીરસાતું નથી.માત્ર ભાત કે ખીચડી જ આપવામાં આવે છે. સરકારે જે મેનુમાં રસોઈ કરવાનું સૂચવ્યું છે તે રસોઈ તો વિધાર્થીઓ કયારેય જોઈ પણ નથી. મધ્યાહન ભોજનમાં માત્ર વિધાર્થીઓને વાસી ખોરાક આપીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.તેથી ઉચકક્ષાએ આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી જાગૃત વાલીઓએ માંગ કરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

23 COMMENTS

Comments are closed.