આશરે 6 કલાકથી ટ્રાફિક જામમાં અનેક વાહનો અટવાયા : ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો : તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ : ગમે ત્યારે દુર્ઘટના થવાનો ભય
મોરબી : મોરબીની આર.ટી.ઓ.કચેરી પાસેનો પુલ જર્જરિત બની ગયો છે.પુલ પરના રોડમાં મસમોટા ગાબડા પડી ગયા હોવાથી વાહન પરિવહન પર માઠી અસર સર્જાઈ છે.જેને કારણે આજે સવારથી આ પુલ પર ટ્રાફિક જામ સર્જાયો છે. જોકે 3 કલાકથી ટ્રાકીક પોલીસ મહામહેનત કરતી હોવા છતાં ટ્રાફિક કિલિયર થયો નથી. આશરે છ કલાક ટ્રાફિક જામ હોવાથી અનેક વાહનો ફસાયા છે
મોરબી બાયપાસ આર.ટી.ઓ કચેરી પાસે આવેલ પુલ પર આજ સવારથી જ ભારે ટ્રાફિક જામ થયો છે.સાંકડા પુલ પર બન્ને બાજુએ વાહનોની મસમોટી લાંબી લાઈનો લાગો છે.આશરે છ કલાકથી આ પુલ પર વાહન પરિવહન ઠપ્પ થઈ ગયું છે.વાહનો ન નીકળી શકે તે હદે ટ્રાફિક જામ થઈ ગયો છે.જોકે છેલ્લા ત્રણ કલાકથી ટ્રાફિક પોલીસ આવીને ટ્રાફિક કિલિયર કરવાની મથામણ કરી રહી છે.પણ ટ્રાફિક એટલો ગંભીર હોવાથી પોલીસની મહેનત ટૂંકી પડી છે.આ સ્થિતિ સર્જવવાનું મૂળ કારણ પુલની ખરાબ દશા છે.તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ થઈ ગઈ છે.પુલ પર મસમોટા ગાબડા પડી ગયા છે આથી સાંકડા પુલ પર વાહનની અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide