માળિયા અને મોરબી પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા : નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી : મોરબીનું ગાંધીનગર ગામ બેટમાં ફેરવાઈ ગયું
મોરબી : મોરબી અને માળિયા પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના કારણે પાણીની ધોધમાર આવક થતા મોરબીના ખાખરાળા, નાગડાવાસ અને રાજપર (કુતાસી) ગામના તળાવ તૂટયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
સમગ્ર મોરબી જિલ્લામા મેઘરાજા ગઈકાલથી વરસી રહ્યા છે. જેમાં આજે સવારથી અત્યાર સુધીમાં મોરબીમાં 10.5 ઇંચ અને માળીયામાં 7.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે મોરબી તાલુકાના મોરબીના ખાખરાળા, નાગડાવાસ અને રાજપર ( કુતાસી) ગામના તળાવ તૂટયા છે. જેના લીધે ગામો બેટમાં ફેરવાઈ ગયા છે.
આ ઉપરાંત માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાનાભેલા અને નાના દહીંશરા સહિતના ગામોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. આ ગામોમાં અનેક ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. ઉપરાંત ઘણા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્વૈચ્છીક સ્થળાંતર કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત મોરબીના ગાંધીનગરના ગામમાં ભારે વરસાદ પડતાં ગાંધીનગર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગાંધીનગર ગ્રામ પંચાયત સભ્યના સભ્ય નવનીત પટેલના જણાવ્યા મુજબ હાલ ગામમાં જવા માટે એક પણ રસ્તો ચાલુ નથી અને મેન રોડ ઉપર પાણી ફરી વરતા નાલા પુલિયા સંપૂર્ણ બેસી ગયા હોય તેવું લાગી રહીયું છે. આ વિસ્તાર ના 2 તળાવ તૂટતા હાલ પરિસ્થિતિ ખૂબ નાજુક છે. ગામ લોકો ના હાલ મુંજાયેલ છે. હાલ વરસાદ બંધ રહેતા લોકો એ નિરાંત નો શ્વાસ લીધો છે પણ રામેશ્વર નગર પાસે આવેલ જેઠાબાપ તળાવ તૂટતા ફરી પરિસ્થિતિ બગડવા ની ભીતિ સેવાય રહી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.