મોરબી: મચ્છુનગર માં પુર ને લીધે દિવાલ પડતા 8 લોકોના મોત

0
891
/

મોરબી : મોરબી બાયપાસ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં આજે ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હાલમાં મળતી માહિતી મુજબ એક દીવાલ ધરાશાયી થતા અંદાજે 8 જેટલા કોલોના દબાઈ જવાથી મોત થવાની અરેરાટી ભરી ઘટના સર્જાઈ છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબીના બાયપાસ રોડ વિસ્તારમાં આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં ભારે વરસાદના પગલે એક મહાકાય દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને આવેલા ચાર જેટલા ઝૂંપડામાં અંદર રહેલા અનેક લોકો દીવાલ માથે પડતા દબાઈ ગયા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘનાટમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં દબાયેલા 13 લોકોને બહાર કાઢી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

મૃતકોના નામ
તેજલ સોનુભાઈ ખરાડી ઉ.13
અક્લેનભાઈ શેનૂભાઈ ખરાડી ઉ.14
લલીતાબેન શેનૂભાઈ ખરાડી ઉ.16
કસમાબેન શેનૂભાઈ ખરાડી ઉ.30
વિદેશભાઈ ડામોર ઉ.20
આશાબેન પુંજાભાઈ આંબાલિયા ઉ.15
કલિતાબેન વિદેશભાઈ ડામોર ઉ.19
કાળીબેન અબ્બુભાઈ ઉ.18


મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/