મોરબી જિલ્લાની નાની સિંચાઇ યોજનાના કૌભાંડની અંદર છેલ્લે પકડવામાં આવેલ હળવદ તાલુકાની રણમલપુર ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેનના રિમાન્ડ પૂરા થતાં હાલમાં તેને જેલહવાલે કરવામાં આવેલ છે અને આ કૌભાંડની અંદર હજુ આગામી દિવસોમાં ભાજપના વધુ એક આગેવાનની વિકેટ પડશે તેવા સંકેતો પોલીસ સૂત્રો તરફથી મળ્યા છે
મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડની અંદર અત્યાર સુધીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ધારાસભ્ય, નિવૃત ઇજનેર, કોન્ટ્રાક્ટર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ તેમજ ભાજપના આગેવાન સહિતનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને છેલ્લે હળવદ તાલુકાની રમલપુર ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પુનાભાઇ દેવાભાઇ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂરા થતા હાલમાં પુનાભાઇ રાઠોડને મોરબી જેલ હવાલે કરવામાં આવેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના આ ચકચારી કૌભાંડની અંદર કુલ મળીને ૧૭ કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું છે અને ૧૭ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો રિપોર્ટ થોડા સમય પહેલાં જ ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા કરવામાં આવ્યો છે જેના આધારે હજુ આગળની કાર્યવાહી ચાલી રહી છે અને આ કૌભાંડમાં એક પછી એક આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે તે જોતા આગામી દિવસોમાં હજુ પણ એક ભાજપના આગેવાનોની ધરપકડ કરવામાં આવે તેવા સંકેતો પોલીસ સૂત્રો તરફથી મળ્યા છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide