મોરબીના લાલબાગમાં જજના હસ્તે વૃક્ષારોપણ

0
82
/
/
/

મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની તાજેતરમાં મોરબી નગરપાલિકાના પેનલ વકીલ તરીકે નિમણુંક થયેલ હોય જે ખુશીના અવસરની પ્રાસંગિક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જજોના હસ્તે વૃક્ષારોપણ કરીને લોકોને ગ્લોબલ વોમીંગની સમસ્યા અંગે જાગૃત કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
લાલબાગ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ જજ એ.ડી.ઓઝા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત એડી.ડીસ્ટ્રીકટ જજ એમ.કે.ઉપાધ્યાય,વી.એલ.પરદેશી,એ.એન.કુંજાણી, એચ.એમ.વૈષ્ણવ સહિતના જજો તેમજ કોર્ટ રજીસ્ટ્રાર ભરત રાવલ તેમજ મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજા સહિતના વકીલો તેમજ કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને લાલબાગ ખાતે ૧૨૫ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા દ્વારા રોપા તેમજ વૃક્ષોના રક્ષણ માટે પીંજરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner