માળીયાના લક્ષ્મીવાસ ગામમાં પૂરના પાણીથી મોટું નુકશાન

0
171
/

મોરબી જિલ્લાની અંદર ગત તારીખ ૯ અને ૧૦ ના રોજ ભારે વરસાદ પડયો હતો જેના કારણે શહેરની અનેક સોસાયટી વિસ્તાર તેમજ જુદા જુદા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને લોકોના ઘરવખરીની ઘણી મોટી નુકસાની થયેલ છે આવી જ રીતે માળીયા તાલુકામાં આવતા લક્ષ્મીવાસ ગામની અંદર પણ જે તે સમયે લોકોના ઘરની અંદર બે ફૂટથી વધુ પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોની મોટાભાગની ઘરવખરીમા નુકસાન થયેલ છે અને આ ઉપરાંત કેટલાક લોકોના કાચા મકાન હોવાથી તેઓના મકાન પણ ધરાશાયી થયા છે તેમ છતાં આજદિન સુધી માળીયા તાલુકાના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવેલ નથી અને જે લોકોના ઘર તૂટી ગયા છે તેમજ જે લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી જવાથી નુકશાન પામેલ છે તેઓને વળતર મળે તેના માટે થઈને લેશમાત્ર કામગીરી કરવામાં આવી નથી માટે આ ગામના દ્વારા જિલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત કરીને જેમને પણ નુકશાન થયું છે તેમને સરકાર તરફથી મળવા પાત્ર થતી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગામડાની ફાઇલ તસવીર…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/