મોરબીના સિરામીક યુનિટમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

0
169
/
/
/

મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક યુનિટમાં મજૂરોની ઓરડીમાંથી હત્યા કરેલી લાશ મળી હતી જેથી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી દરમ્યાન મૃતક મહિલાના પતિની તાલુકા પોલીસે ધરપકડ કરેલ છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોવાથી પત્નીને ગાળા ટુપો આપીને તેના પતિએ મારી નાખી હતી તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર સ્માઇલ નામના યુનિટના લેબર કવાટરમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલની સૂચનાથી જમાદાર કિશોરભાઈ તથા સ્ટાફે સ્થળ ગયો હતો અને મૃતક મહિલાને સાડી વડે ગળેટૂંપો આપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું ફોરેન્સિક રીપોર્ટમાં સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવમાં શૈલેષ ઉર્ફે સંજય ભુપતભાઈ રાવા જાતે ભરવાડ રહે.વીસીપરા મોરબી મૂળ.સોખડાની ફરિયાદ લઈને મૃતક મહિલાના પતિ સોનુ મયર રહે.મૂળ ભોપાલ હાલ.મોરબી લખધીરપુર રોડ સ્માઇલ સિરામિક વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો દરમ્યાન આરોપીની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વધુમાં પીએસઆઈ એમ.વી.પટેલેએ જણાવ્યું છે કે, આરોપી સોનુ મયરને તેની પત્ની રાધા સાથે અવારનવાર ઝઘડા થતા હતા જેથી તેને જ પોતાની પત્નીને ગળેટુપો આપોને તેની હત્યા કરી નાખી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner