3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રખાઈ : બધી જ યુવતીઓ સહી સલામત, રસ્તો ખુલે ત્યારે નીકળી શકશે
મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ-હિમાચલના પ્રવાસે ટ્રેન મારફતે ગુજરાતથી રવાના થયા બાદ હાલ હિમાચલ-ઉત્તરાખંડ-પંજાબમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તૂટી ગયેલા માર્ગોને લઈને અટવાઈ પડી છે. જો કે બધી જ યુવતીઓ સહી-સલામત હોવાની વિગતો સાંપડી રહી છે.
આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ખ્યાતનામ અજંતા(ઓરપેટ) કંપનીની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ, હિમાચલ સહિતના પર્યટન સ્થળોની મુલાકાતે ટ્રેન મારફત અઠવાડિયા પૂર્વે જવા નીકળી હતી. ટ્રેન મારફતે પંજાબ પહોંચ્યા બાદ ત્યાંથી સ્થાનિક બસ ટૂર ઓપરેટરની 3 બસમાં આ યુવતીઓ
પ્રવાસના આખરી દિવસે કુલ્લુ-મનાલીથી થોડે આગળ જતાં રસ્તો તૂટી જવાને કારણે અટવાઈ પડી હતી. ભારે વરસાદને લઈને રસ્તા પર પહાડ તૂટી પડવાને કારણે રસ્તો બંધ થઈ જતા આ બસો અટવાઈ પડી હતી. જો કે સુરક્ષાના કારણે આ બસો આગળ કે પાછળ જઇ શકે એમ ન હોવાથી ગત રાત્રે એટલે કે રવિવારની રાત્રે જ જ્યાં પહોંચી હતી ત્યાં જ રોકી દેવામાં આવી છે. અલબત્ત અન્ય બધા જ વાહનોને એ સ્થળે રોકી દેવામાં આવ્યા છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide