મોરબીમાં મધરાત્રે પાલિકા પ્રમુખ દ્વારા પ્રશંસનીય સફાઈ કામગીરી

23
365
/

શહેરની મોટા ભાગની ગટરો બ્લોક હોવાનું જણાતા પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ટિમ સ્ટેન્ડબાય

મોરબી માં ભારે વરસાદ ને કારણે વાવડી રોડ અને મહેન્દ્રપરા વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી કરી હોવા છતા પાણી નો કોઈ નિકાલ ન થતાં પાણી ભરાઈ ગયાં હતાં અને ગટર ના ગંદા પાણી નો પણ નિકાલ ન થતાં ગટરો ઉભરાઈ હતી જેના હિસાબે મોટો રોગચાળો વકરવાની ભીતિ સેવાઇ હતી જેની ગંભીરતાથી નોંધ લઇને પાલિકા પ્રમુખ કેતન વિલપરા દ્વારા તમામ વિસ્તારોનું અવલોકન કર્યું હતું અને શહેરની મેઈન ગટર નો ચાર્ટ બનાવી તેમજ જુદા જુદા વિસ્તારના લોકોને સાથે રાખી અને સવારથી કામગીરી શરૂ કરી હતી જે કામગીરી મોડી રાત્રી સુધી અવિરતપણે ચાલુ રહી હતી જેમાં મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા પોતે જાતે ભેગા રહી અને ગટર વ્યવસ્થાની ટીમોને સાથે રાખી ગટરોને સાફ કરાવવામાં આવી હતી જેમાં પ્રમુખ કતેન વિલપરા એ જણાવ્યું હતું કે લોકો પ્લાસ્ટિક નો કચરો અને કપડાં નાખી આ ગટરના પાણીને અટકાવે છે જોયા વિના આડેધડ ઘન કચરો ફેંકે છે જેના લીધે ગટરમાં પાણી જતું નથી જેથી મોરબીના લોકોને ઘન કચરો ગટરમાં ન નાખવા અપીલ કરી બને ત્યાં સુધી ઝડપથી આ પ્રશ્ન નો નિકાલ આવે તેવા પ્રયાસો પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં આ કામગીરીમાં હાલ સુધીમાં કુલ મળી 42 સોસાયટી ઓમાં થતી મુશ્કેલી નો અંત આવ્યો છે અને હજુ પણ આ કામગીરી પાલિકા પ્રમુખ દ્વારા ચાલુ રાખવામાં આવી છે

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India નું ફેસબૂક પેજ લાઈક કરો:-https://www.facebook.com/thepressofindia/

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.