સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે જેમાં મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલ નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે જે માઈનોર કેનાલનું કામ હજુ તો પૂર્ણ પણ થયું ના હતું ત્યારે ભારે વરસાદને પગલે માટીથી માઈનોર કેનાલ બુરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કરોડોના ખર્ચે બનનારી કેનાલથી પાંચ ગામના ખેડૂતોને લાભ મળવાનો હતો જોકે કેનાલનો લાભ મળે તે પૂર્વે જ કેનાલ માટીથી બુરાઈ જવા પામી છે
મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલનું કામકાજ હાલ ચાલી રહ્યું હતું જોકે દસેક દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદને પગલે માટીથી આ માઈનોર કેનાલ બુરાઈ જવા પામી છે અંદાજે પાંચ કરોડના ખર્ચે માઈનોર કેનાલના રીપેરીંગ સહિતની કામગીરી ચાલતી હતી જોકે ડીઝાઈન ભૌગોલિક પરિસ્થિતિને અનુકુળ જ ના હતી જેથી ખેડૂતોએ અગાઉ જ વિરોધ કર્યો હતો છતાં તંત્રએ ગણકાર્યું ના હતું અને કામ ચાલતું હોય ત્યાં માટીના પાળા પણ જેમના તેમ પડ્યા હોય જેથી વરસાદમાં માટી માઈનોર કેનાલમાં પરત આવતા કેનાલ બુરાઈ ગઈ છે મોરબીના બગથળા, બીલીયા, મોડપર, નાની વાવડી અને બરવાળા એમ પાંચ ગામના અંદાજે ૩૫૦૦ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જોકે કેનાલ બુરાઈ જતા હવે પાણી નહિ મળી સકે
મોરબીના બગથળા નજીક આવેલી માઈનોર કેનાલ બુરાઈ જતા આ અંગે ગામના સરપંચ હરેશ કાંજીયા જણાવે છે કે સિંચાઈ માટે કેનાલની સુવિધા આપવામાં આવી હતી જોકે અગાઉ જ ખેડૂતોએ પાઈપ લાઈનથી પાણી મળે તેવી માંગ કરી હતી ડીઝાઇન અનુકુળ ના હોવાનું અગાઉ જણાવ્યું હતું જેના પરિણામો હવે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે વરસાદને પગલે રોડ ધોવાઈ જતા ખેડૂતો ખેતરે જઈ સકતા નથી તો જેને વાવેતર કરેલ છે તેને હવે જો વરસાદ ખેંચાઈ તો મુશ્કેલી સર્જાઈ જશે તેમજ કેનાલ તાકીદે રીપેર નહિ થાય તો ચોમાસા ઉપરાંત રવિપાક પર પણ અસર પડશે જેથી તાકીદે કેનાલ રીપેરીંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ચાલુ વર્ષે મેઘરાજાએ મહેર કરતા મચ્છુ ૨ ડેમ છલોછલ ભરાઈ ગયો છે પરંતુ તંત્રના પાપે પાંચ ગામના અંદાજે ૩૫૦૦ ખેડૂતો સિંચાઈ વિહોણા રહેશે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide